બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ વર્ષ 2026 માટે એક મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. BSF કોન્સ્ટેબલ GD સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કોન્સ્ટેબલ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 549 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.
ખાસ કરીને આ ભરતી 10 મુ પાસ તેમજ રમત – ગમત માં નોંધ પાત્ર સિદ્ધીઓ ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
માન્ય ઉમેદવારો 27 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 સુધી અધિકૃત BSF ભરતી વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી ની તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે.
મુખ્ય હાઇલાઇટ્સ: BSF Constable GD Sports Quota Recruitment 2026
| વિશેષતા | માહિતી |
| સંસ્થા | બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) |
| પદનું નામ | કોન્સ્ટેબલ (જનરલ ડ્યૂટી) – સ્પોર્ટ્સ ક્વોટા |
| કુલ ખાલી જગ્યાઓ | 549 |
| પુરુષ ખાલી જગ્યાઓ | 277 |
| મહિલા ખાલી જગ્યાઓ | 272 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
| પગાર સ્તર | લેવલ-3 (21,700 થી 69,100 સુધી) |
| સત્તાવાર વેબસાઇટ | rectt.bsf.gov.in |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 20 ડિસેમ્બર 2025 |
| ઓનલાઈન અરજી શરૂ | 27 ડિસેમ્બર 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 જાન્યુઆરી 2026 |
| પરીક્ષા તારીખ | બાદમાં જાહેર કરવામાં આવશે |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જરૂરી છે.
પગાર ની માહિતી (Salary)
પસંદ થયેલા ઉમેદવારોને નીચે મુજબના પે લેવલ હેઠળ નિમણૂંક આપવામાં આવશે:
- પદ અને પે મેટ્રિક્સ: Level-3
- વેતન: ₹21,700 – ₹69,100 પ્રતિ મહિનો
મૂળ વેતન ઉપરાંત, BSF ના નિયમો અનુસાર ડીએ (DA), એચઆરએ (HRA) તથા અન્ય લાગુ પડતા સરકારી લાભો પણ આપવામાં આવશે.
કોણ અરજી કરી શકે?
- છેલ્લા બે વર્ષ દરમિયાન ઉમેદવારોએ માન્ય રમત – ગમત સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય અને તેમાં જીતેલું હોવું જરૂરી છે.
- જે ઉમેદવારો 15 જાન્યુઆરી 2024 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન કોઈ આંતરરાષ્ટ્રીય રમત – ગમત સ્પર્ધા, ટૂર્નામેન્ટ અથવા ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના સભ્ય તરીકે ભાગ લીધેલો હોય અથવા પદ મેળવેલું હોય, તેઓ આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે.
ઉંમર મર્યાદા (Age Limit)
ઉંમરની ગણતરી અધિકૃત ડોક્યુમેન્ટમાં નોંધાયેલ જન્મ તારીખના આધારે કરવામાં આવશે.
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 23 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
- OBC ઉમેદવાર: 3 વર્ષ
- SC / ST ઉમેદવાર: 5 વર્ષ
- અગ્નિવીર (પ્રથમ બેચ) ઉમેદવાર: 5 વર્ષ
અરજી ફી (Application Fee)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| શ્રેણી | અરજી ફી |
| સામાન્ય / OBC / EWS | ₹159 |
| SC / ST / મહિલા | ₹0 |
નોંધ: ફી ભરવા માટે નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરી શકાય છે.
જરૂરી ડોક્યુમેન્ટ (Important Document)
- આધાર કાર્ડ
- 10માં ધોરણનું માર્કશીટ અને પ્રમાણપત્ર
- રમતમાં પ્રમાણપત્ર (નેશનલ/ઇન્ટરનેશનલ)
- પાસપોર્ટ સાઇઝનો નવો ફોટો
- સહી (સ્કેન કરેલ)
- જાતિ પ્રમાણપત્ર (જરૂર હોય તો)
- રહેઠાણનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર અને ઈમેલ ID
પસંદગી પ્રક્રિયા (Selection Process)
1) ડોક્યુમેન્ટ ચકાસણી: અરજીઓ અને જરૂરી કાગળપત્રોની તપાસ.
2) શારીરિક પરીક્ષા: ઊંચાઈ અને વજનની માપણી.
3) સ્પોર્ટ્સ ટ્રાયલ: ઉમેદવારની રમતની કુશળતાનું ટ્રાયલ કરવાનું .
4) મેડિકલ પરીક્ષા: આરોગ્ય અને શારીરિક સ્વાસ્થ્યની તપાસ.
5) મેરિટ લિસ્ટ: તમામ પરીક્ષાઓ અને ટ્રાયલના આધારે અંતિમ પસંદગી યાદી.
નોંધ: પૂર્વ અગ્નિવીરોએ શારીરિક પરીક્ષા આપવાની જરૂર નથી.
અરજી કેવી રીતે કરવી (How to Apply)
જો તમે BSF કન્સ્ટેબલ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2026 માટે અરજી કરવી હો, તો નીચેના પગલાં અનુસરો:
Step 1: સૌથી પહેલા સરકારી વેબસાઈટ rectt.bsf.gov.in પર જાઓ.
Step 2: હોમપેજ પર Current Recruitment Openings વિભાગમાં જાઓ.
Step 3: BSF Constable (GD) Sports Quota 2025-26 લિંક પર ક્લિક કરો.
Step 4: Apply Here પર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરો.
Step 5: અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો.
Step 6: તમારો ફોટો, સહી અને સ્પોર્ટ્સ સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરો.
Step 7: અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
Step 8: ફોર્મ સબમિટ કરી અને ભવિષ્ય માટે તેનો પ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
